પ્રેમની પેલે પાર... - ભાગ ૨૨

(77)
  • 4k
  • 13
  • 1.6k

આગળના ભાગમાં આપણે જોયુ કે આકાંક્ષા બધા મિત્રો સાથે મુંબઈ દર્શન કરવા નીકળે છે. અભી ને રિપોર્ટ્સ જોઈ ડોકટર જણાવે છે કે આકાંક્ષાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. જેની સારવાર શક્ય નથી. હવે આગળ... ***** જિંદગી આટલી કઠોર કેમ થતી હશે ? સમય સાથે મળી નિત નવા ખેલ કેમ કરતી હશે ? નથી તું સમજાઈ કોઈને કે ન ક્યારેય સમજાઈશ, આમ રહસ્યમયી કેવી તારી ગતિ હશે ? અભી, સૌમ્યા અને આકાંક્ષા ઘરે પહોંચીને જુવે છે તો અભી અને આકાંક્ષાના માતા પિતા એમની રાહ જોઈને બેઠા હોય છે. વાતાવરણ એકદમ ધિર ગંભીર હોય છે. કોઈ એકમેક સાથે વાત કરી રહ્યું ન હતું.