એક મુલાકાત જરૂરી

(26)
  • 4.3k
  • 7
  • 1.1k

કડકડતી ઠંડી નો ચમકારો આજે ભલભલા ના હાડ થીજવી નાખે એવો હતો. હું મારી કોફી નો મગ હાથ માં લઈને ટેરેસ પર ઊભી હતી. આમ પણ મને ઠંડી ની મૌસમ હોય કે વરસાદ ની,કોફી ની ચુસ્કી લેતાં લેતાં મૌસમ ની મજા માણવા માં ખૂબ મઝા આવતી. હું સઘળું ભૂલી બસ એ મૌસમ ને માણતી. બસ એકલી જ બેઠી હતી તો કંઈ કેટલા વિચાર આવતા હતા. ત્યાં જ મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. હું હલો હલો કરતી રહી સામે થી કોઈ જવાબ ના આપે. મેં ફોન કટ કરી ને મૂકી દીધો. ફરી એ જ નંબર પરથી ફોન