લિ.વસંતા

(13)
  • 3.7k
  • 2
  • 950

વસંતા એનું નામ.આખી પ્રકૃતિની પાનખરને પોતાના અસ્તિત્વ ફરતે વીંટાળીને એ બેઠી હતી.ઉપર કાળાભમ્મર વાદળાઓથી ગોરંભાએલું આખું આકાશ હતું.નીચે એની ચોતરફ લીલીછમ્મ હરિયાળી ફરફરી રહી હતી.મનમાં અનેક તર્કવિતર્કોને એ સંતાકૂકડી રમાડી રહી હતી. એને દોડી જવાનું મન થયું.ઊભી થઈ.પાછી બેસી ગઈ.ગડમથલથી ચૂંથાતા હૈયામાં કંઈક ન સમજાય એવું સળવળાટ કરવા લાગ્યું.એણે સમજવા પ્રયત્ન કર્યો.પણ વ્યર્થ.ચોતરફ એક ઉદાસીભરી નજર દોડાવી.શૂન્યકાર નીરવતા ડંખવા લાગી.રૂદનને ખાળવાની કોશિશ કરી કિન્તું રોમેરોમ વરસી પડ્યું.ધોધમાર વરસાદની જેમ જ! એના રડવાનો ચિત્કાર સાંભળીને પાછળના ઝાડવાઓમાં કલરવ કરતાં પંખીઓ પણ ચૂપ થઈ ગયા.જાણે એના રૂદનના અવાજને પારખી રહ્યા ન હોય!આવું તો અનેકવાર થયું હતું એને.એનાથી બોલી પડાયું:કાશ! હું ઝાડ હોત!પંખી