લાઇમ લાઇટ - ૨૧

(213)
  • 5.4k
  • 14
  • 3.3k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૧ "લાઇમ લાઇટ" નો પહેલો શો સવારે ૯ વાગે હતો. પ્રકાશચંદ્ર સવારે કેટલાક મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન પર નજર નાખી આવ્યા હતા. ક્યાંક થોડા દર્શકો હતા તો ક્યાંક સારી ભીડ જોવા મળી હતી. મોટાભાગના થિયેટરો પર રસીલીના સેક્સી પોઝવાળા જ મુખ્ય પોસ્ટરો હતો. જેમાં રસીલીની આસપાસ ફિલ્મના શુટિંગની લાઇટો હતી. નાના પોસ્ટરો પર હીરો મોન્ટુને સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રકાશચંદ્રએ પહેલી વખત પોતાના નામ કરતાં રસીલીના નામ પર ફિલ્મ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રકાશચંદ્ર વહેલી સવારે નીકળી ગયા પછી કામિની ઊઠી હતી. આજે ઊઠ્યા પછી તેને પતિદેવનું મોં જોવા મળ્યું ન હતું. એ ચા-નાસ્તા સાથે