શ્રદ્ધાનો રંગ.

(11)
  • 3.2k
  • 4
  • 998

શ્રદ્ધાનો રંગ. ======== એના લબડતા હાથમાં અડધી સિગરેટ ધુમાડા ઉડાડી રહી હતી. બીજા હાથમાં અડધો ગ્લાસ એને માંડમાંડ ઉઠાવી હળવેથી આંખ ખોલી એક નાનકડો ઘૂંટડો ઉતારી એને ગ્લાસ ઉપર નજર કરી. એની સામે બેઠલા અન્ય ત્રણ મિત્રોનો હળવો હળવો બબડાટ એના કાને અફળાયો. “માઈકલ! તું પ્રચાર કરવા આવીશ ને?.....” “ના હું રીયાઝ અને અમિત સાથે યાદી ચકાસવા જવાનો છું,” “અમિત બાકીની બોટલો ક્યાં રાખી?” “ગાડીમાં જ ડીક્કીમાં રાખી છે...” “આવતી કાલ માટે પણ જોઇશે ને?” હા હા હા... થોડીવાર પછી એણે ફરી આંખ ખોલી બીજા ઘૂંટડામાં બાકી રહેલું પ્રવાહી પેટમાં ઉતારી ગયો. માથામાં એક ઝણઝણાટી ઉપડી એને માથું