સરપ્રાઈઝ ગિફ્ટ

(31)
  • 4.1k
  • 5
  • 807

'સરપ્રાઈઝ ગિફ્ટ' એ નાનકડી જેલમાં હું અસહ્ય પિડાથી તડપી રહ્યો હતો. મને ખૂબજ માર મારવામાં આવ્યો હતો. સતત ચાર કલાક સુધી મારા પર ડંડાથી પ્રહાર કરવામાં આવ્યો હતો. મારા શરીરે યેનકેન પ્રકારે આ પ્રહારો ઝીલ્યા હતાં. શરીરના મોટાભાગના અંગો પર ડંડાના લાલ નિશાન અર્ધો ઇંચ જેટલા ઊંડા પડી ગયા હતા. આ પિડા અસહ્ય હતી. આ પિડાદાયક પ્રહારો પણ મારા મુખેથી એક શબ્દ પણ બોલાવી શક્યા ન હતા. છેલ્લા ચાર દિવસથી આ રોજનો ક્રમ બની ગયો હતો. મારી પાસેથી માહિતી મેળવવા અને કબૂલાત કરાવવા માટે મને મારવામાં આવતો, ટોર્ચર કરવામાં આવતો, પણ હું એક હરફ પણ ન ઉચારતો ! મે હત્યા