થકાવટ

(23)
  • 2.4k
  • 2
  • 598

રાજકોટ માં મધ્યમ કક્ષાનું કારખાનું ધરાવતા અને ખાધે પીધે સુખી એવા 40 વર્ષીય દિપક ભાઈ રોજની જેમ આજે પણ સવારે 9 વાગ્યે કારખાને જવા નીકળે છે. પણ કોઈ દિવસ પોતાની કાઈ પણ વસ્તુ ભૂલ્યા વગર લેતા પણ આજે પોતાના બન્ને મોબાઈલ ભૂલી જાય છે. અને રોજ હોન્ડા સીટી માં જતા દીપકભાઈ આજે એક્ટિવા લઈને જાય છે. થોડીવાર માં સામેના મકાન માં જ રહેતો કિંજલ, દીપકભાઈની પત્ની સીમાબેનને એક્ટિવા આપી જાય છે. અને કહે છે કે દીપકભાઈ મને રસ્તા માં મળ્યા હતા ને આ એક્ટિવા તમને આપવા કહ્યું છે. સીમાબેનને થોડુંક અજીબ લાગે છે, પણ સવારના કામ માં બહુ બીઝી રહેતા