2. અખિલેશ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, અખિલેશ નાનપણથી ભણવામાં હોશિયાર હતો,નાનપણથી તેને ગણિત વિષયમાં ખુબજ રસ હતો. અખિલેશ એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો, અખિલેશનાં પિતા જયેશભાઇ દરજીકામ કરતાં હતાં, જેમાંથી પોતાનું ગુજરાન રોળવી શકે એટલું માંડ કમાતા હતાં. અખિલેશ જ્યારે 10 ધોરણમાં 89 % લાવ્યો ત્યારે તેના ઘરનાં બધાં જ સભ્યો ખુશ હતાં, પરંતુ અખિલેશનના પિતા જયેશભાઇ થોડાક મૂંઝવણમાં હતાં, જેનું કારણ હતું પોતાના પરિવારની આર્થિક સ્થિતિ. ત્યારબાદ