બુધવારની બપોરે - 8

(26)
  • 3.3k
  • 3
  • 1.3k

કબુલ કરૂં છું કે, હોટલમાં ડિનર માટેનું મૅનુ પસંદ કરતા મને આવડતું નથી. પથારીમાં ચાદર પાથરતો હોય એમ વૅઇટર અમારા ટેબલ ઉપર ડિશ કરતા ય મોટી સાઇઝના મૅનુ પાથરી જાય છે, એ વાંચતા જ નહિ, સમજવામાં ય મને ટાઇમ લાગે છે. મૅક્સિકન કે ચાયનીઝ ફૂડના નામો બોલતા મારે પ્રૅક્ટિસ કરી લેવી પડે છે. ફાટી તો ત્યાં જાય છે, રૂ.૩૫૦ -ની એક સબ્જી અને સાલું આવડું અમથું પરાઠું સિત્તેર-સિત્તેર રૂપીયાનું જોઇને! ઊભા થઇએ ત્યારે બિલ સહેજે ય બે-ત્રણ હજારનું આવે. એમાં સો-દોઢ સો ની ટીપ વૅઇટરને આપવી સ્ટેટસ-સીમ્બોલ થઇ ગયો છે.