આશુતોષ ગાડી રસ્તા પર લે છે. કમળાબેન : અર્ચના કેટલી સારી છોકરી છે એકદમ પ્યારી. મારા વિહાનને તો જાણે એનો જ છોકરો હોય તેમ પ્યાર કરે છે. પ્રાચી : હા અને કેર પણ કેટલી કરે છે એની. વિહાન પણ એની સાથે કેટલો એટેચ્ડ થઈ ગયો છે. અને એ છે પણ કેટલી નિખાલસ. પણ ભાઈ તમે એને બહુ સતાવી. આશુતોષ : અરે પણ શું કરુ એનો ચેહરો જોઈને મારી હસી રુકતી જ ન હતી. અને મે કંઈ એકલો થોડો હતો તમે પણ તો એની મજાક કરતા હતા.કમળાબેન : બસ હવે તમે બંને એની મજાક ઉડાવવનુ બંધ કરો. અને થોડા અચકાયને કહે છે " બેટા