ચિંતનની પળે - સીઝન - 3 - 7

(34)
  • 3k
  • 6
  • 974

બહારગામ જતાં હતા ત્યારે હાઇવે પર એક ટ્રકે અમારી કારથી ઓવરટેક લીધો. ટ્રકની પાછળ મોટા અક્ષરે લખ્યું હતું: ‘નિયત સફા તો હરતરફ નફા’. વિચાર આવી ગયો કે ટ્રકના ડ્રાયવરે આવું શા માટે લખ્યું હશે? યોગાનુયોગ, હાઈવેની એક હોટલ પર રોકાયા ત્યારે એ ટ્રક પણ ત્યાં જ હતો. આ ટ્રક પંજાબ પાસિંગનો હતો. ડ્રાયવર પાસે જઈને પૂછ્યું કે, તમે ટ્રક પાછળ આવું શા માટે લખ્યું છે? અને તેનો મતલબ શું છે? શીખ ડ્રાઈવરે પંજાબી મિશ્રણવાળા હિંદીમાં મતલબ સમજાવ્યો. તેની વાતનો અર્થ એવો હતો કે, માણસની નિયત એટલે કે દાનત સાફ હોય તો દરેક બાજુએથી ફાયદો જ થાય છે!