મર્ડર @ રિવરફ્રન્ટ - 16

(409)
  • 6.2k
  • 15
  • 4.7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:16 હેરી દ્વારા જે કારની વાત કરવામાં આવી હતી એ નંબરની કાર તો હિમાંશુ પટેલનાં ઘરેથી એ દિવસે બહાર પણ નહોતી ગઈ..સંદીપ દ્વારા જ્યારે જણાવવામાં આવે છે કે હરીશ દામાણી નામનાં એક બિઝનેસમેન નો સંપર્ક નથી થઈ શક્યો..જે સાંભળતાં જ હિમાંશુ જણાવે છે કે હરીશ દામાણી એનાં જીજાજી થાય છે. જે રીતે સિગાર પરની ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરી સિરિયલ કિલર દ્વારા સમગ્ર પોલીસને વનરાજની પાછળ દોડતી કરી મુકાઈ હતી..એજ રીતે આ વખતે પણ હરીશનાં સાળા હિમાંશુ ની કારનો નંબર પોતાની કારની નંબર પ્લેટમાં લગાવી ફરીવાર એ સિરિયલ કિલરે પોલીસને ઉંઘી દિશામાં દોડાવી હતી એ વાત રાજલને હવે સમજાઈ