અંગારપથ ભાગ-૮

(281)
  • 8.4k
  • 13
  • 6.3k

અંગારપથ ભાગ-૮ સડસડાટ કરતી કાળી વેન હોસ્પિટલનાં કંમ્પાઉન્ડમાં દાખલ થઇને એન્ટ્રી ગેટ તરફ આગળ વધી. વાનમાં કાળા કપડામાં સજ્જ, મોઢે બુકાની બાંધેલાં ત્રણ ખતરનાક આદમીઓ અને એક ઔરત સવાર હતાં. એક ડ્રાઇવીંગ સીટ ઉપર હતો અને ત્રણ પાછળની સીટમાં બેઠા હતાં. એ લોકો પાસે અત્યાધૂનીક રાઇફલો હતી અને તેમનું ટાર્ગેટ હતી રક્ષા સૂર્યવંશી. હવે તેઓ ખૂલ્લેઆમ હુમલો કરવાં માંગતાં હતાં કારણકે બોસે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી હતી કે જો રક્ષા જીવીત રહી તો તેમની ખૈર નથી. પેલી યુવતીએ એટલે જ ગોલ્ડન બારમાં જઇને પોતાનાં માણસો એકઠા કર્યા હતાં. તેને ખબર હતી કે હવે રક્ષાની સુરક્ષામાં પોલીસ ગોઠવાઇ ચૂકી હશે.