નિયતિ - ૧૯

(104)
  • 4.4k
  • 3
  • 2k

સામે છેડે પાર્થનો ગંભીર, શાંત અવાજ સાંભળીને ક્રિષ્ના થોડીવાર તો ઠરી ગઈ. સારું થયું કે એ કંઈ આડુંઅવળું નહતી બોલી. પાર્થે શું કહ્યું..?  એને કંઈ ધ્યાન જ ન હતું.“ શું કહ્યું ?” જર સ્વસ્થ થઈને એ બોલી.“ તું તૈયાર થઈને ફટાફટ એરપોર્ટ પહોંચ. ત્યાં તને મારો દોસ્ત ભરત ઠાકોર મળશે. એની પાસેથી તારી ટિકિટ લઈ લેજે અને અમદાવાદ આવી જા. થોડું જલદી કરજે નહીંતર પ્લેન મિસ થઈ જશે.”“ અરે, પણ આ રવિવારે હું અમદાવાદ નથી આવવાની. દર રવિવારની વિમાનની ટિકિટ મને ના પોસાય. ” મુરલીએ કહેલું યાદ આવતા ક્રિષ્નાના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું.“ જો શાંતિથી સાંભળ, અંકલની