આપણે જોયું કે શિવના WBC કાઉન્ટ વધી ગયા હતા આથી શિવનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ ગયું હતું. આસિત ડૉક્ટર સાથે ચર્ચા કરી રહ્યો હતો એમાં એક વાત એ પણ થઈ કે શિવને ૧૦૦ દિવસ હોસ્પિટલમાં જ રાખશું જેથી શિવ ફરી ઇન્ફેકશનના લીધે વધુ પીડા ન ભોગવે, આ ચર્ચા શિવની સામે જ થઈ રહી હતી. હવે આગળ ...શિવની સામે જ ડૉક્ટર અને આસિત જરૂરી વાતચીત કરી રહ્યા હતા, એ દરમિયાન શિવને ડિલક્ષ રૂમમાં ૧૦૦ દિવસ રાખવાનો જેથી શિવ કોઈ જ ઇન્ફેકશનનો ફરી શિકાર ન થાય, એ ચર્ચા પણ થઈ હતી. આ બધી જ વાત શિવે સાંભળી લીધી હતી. એ હોશિયાર હતો આથી