લાઇમ લાઇટ - ૨૦

(227)
  • 5.5k
  • 11
  • 3.6k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૦ "લાઇમ લાઇટ" સાથે સંકળાયેલા બધા જ માટે આજે કતલની રાત હતી. પ્રકાશચંદ્ર રસીલી સાથે વધારે રોકાયા નહીં. પ્રકાશચંદ્ર આજે એટલા ચિંતામાં હતા કે રસીલી સાથે રંગીન રાત વીતાવી શકે એવી સ્થિતિમાં ન હતા. જો ફિલ્મ હિટ ના રહી તો જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ થઇ જવાની હતી. છેલ્લા ઘણા મહિનાઓની મહેનતનું આવતીકાલે પરિણામ આવવાનું હતું. આવતીકાલે "લાઇમ લાઇટ" નો પહેલો શો શરૂ થવાનો હતો. રસીલીને કોઇ ચિંતા ન હતી. તે આરામથી મખમલી ગાદલા પર પોતાની ભરાવદાર કાયા ફેલાવીને ઊંઘી જવાની હતી. તેણે પહેલી ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ ઘણી ફિલ્મો મેળવી લીધી હતી. અને