સપના અળવીતરાં - ૩૨

(47)
  • 3.4k
  • 4
  • 1.3k

"હેલો, મિ. ખન્ના! આઇ વોઝ વેઇટિંગ ફોર યુ. "સબ ઇન્સ્પેક્ટર શિંદે એ કેયૂર સાથે હાથ મિલાવતા કહ્યું. કેયૂર ના ચહેરા પરનો ઉચાટ સ્પષ્ટ વરતાતો હતો. એક ફીકી સ્માઇલ સાથે તે શિંદે સામે તાકી રહ્યો. શિંદેએ ડ્રોઅરમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ કાઢી ટેબલ પર મૂક્યા અને આંખના ઇશારે જ કેયૂર ને એ જોવાનું કહ્યું. કેયૂર એક પછી એક બધા ફોટા જોવા માંડ્યો. એમાં કેટલાક જાણીતા ચહેરા હતા - પેલા ટપોરીઓના... તો કેટલાક વળી સાવ અજાણ્યા... પણ છેલ્લા ફોટા પર નજર પડતાં જ તેનો હાથ ધ્રુજી ગયો. "આ... આ તો... " "હા, આ એ જ છે... ડી - ધ ડ્રગ કીંગ. છાશવારે એની તસ્વીરો ન્યૂઝ પેપર માં