રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 36 છેલ્લો ભાગશીલા ને બચાવવા નટુની સાથે કબીર ટેકરી પર મોજુદ દેવીનાં મંદિરે પહોંચી જાય છે..ઠાકુર તો કબીરનાં ગોળીનાં વારથી બચી જાય છે પણ કબીર પહેલાં ચમન અને લાલજી અને બાદમાં રાધાની મદદથી વીર ની હત્યા કરી દે છે..બીજી તરફ હવે ઠાકુર શીલા ની ગમે ત્યારે બલી આપી શકવાની તૈયારીમાં હતો.રાધા સાથે પોતાનું થયેલું આ મિલન શાયદ આખરી છે એવું વિચારી કબીર એને ગળે લગાડીને ઉભો હતો ત્યાં એમનાં કાને નટુ નો અવાજ આવ્યો."ઠાકુર..હું તને જીવતો નહીં છોડું.."નટુ નો અવાજ સાંભળતાં જ કબીર દોડીને શીલા ની જ્યાં બલી આપવાની