એ ઈશ્ક નહીં આસાન -૩

(17)
  • 2.3k
  • 3
  • 1.2k

           આ તરફ અમન ઘરે આવ્યો ભાભી ને ઘરમાં એકલી જોઈ એણે પૂછ્યું.          "ભાભી ભાઈ ક્યાં છે..?"          ભાભી એ કહ્યું "તમારા ભાઈ પંચાયત ગયા છે તેજાભાઈ એ બોલાવ્યા છે.."            "તેજાભાઈએ બોલાવ્યા છે..? કોણ છે આ તેજાભાઈ ?" અમન ને તેજાભાઈ વિશે બધું જ જગલાએ કહી દીધું હતું તેમ છતાં કિશને એની ભાભી ને પૂછ્યું           ભાભીએ કહ્યું "તેજાભાઈ ગામના સરપંચ છે.. આજે પંચાયત બોલાવી છે એટલે જ તમારા ભાઈને તેડાવ્યા છે.."          અમનના મનમાં ડર બેસી ગયો