કોઝી કોર્નર - 10

(44)
  • 5k
  • 2
  • 2.2k

કોઝી કોર્નર 15. હમીરસંગે જુલાઈ માસની અંધારી રાત્રે કોઝી કોર્નર હોસ્ટેલમાં કોઈને મારીને દાટ્યો હતો ત્યારે એને અચાનક ખ્યાલ આવ્યો હતો કે હોસ્ટેલના કોઈ છોકરાઓ આ ઘટના જોઈ રહ્યા હોય તો ? એને મન માત્ર આ શંકા જ હતી, એટલે છત્રી લઈને ઉભેલા ઘમુસરને એણે આ બાબતમાં પૂછ્યું હતું. એ આપણે જાણીએ છીએ. ઘમુસરે ચોખ્ખી ના પાડવા છતાં એને વિશ્વાસ બેઠો નહોતો.અને હું તથા પરેશ રૂમ નં 17 પાસેના બાથરૂમ બાજુ આવેલા જુના અને ખખડી ગયેલા બારણાની તિરાડમાંથી એ ઘટના જોઈને છળી મર્યા હતા.  હમીરસંગ જ્યારે એ બારણાં પાસે આવ્યો ત્યારે અમે જલ્દી જલ્દી ભાગીને અમારા રૂમમાં ભરાઈને સુઈ ગયા હતા.