જિંદગી કેટલી વિચિત્ર છે! ક્યારેક કોઈ અકસ્માતથી , ક્યારેક કોઈ અદમ્ય ઈચ્છાથી, તો ક્યારેક કોઈ અંતઃસ્ફુરણાથી કે પછી માનવની સમજમાં ન આવે એવા સંજોગથી જીવનની રૂખ બદલાઈ જાય છે! અને આવું બધું થાય ત્યારે જ લોકો ઈશ્વર પર ભરોસો કરતા થઈ જાય છે! નસીબ, વિધાતા કે પછી નિયતિના ચક્કરમાં માનવ નામનું નાનકડું જીવડું ફસાવા લાગે છે....ક્રિષ્નાને મુરલી સાથે પ્રેમ થઈ ગયો હતો એ વાત મહત્વની નથી મહત્વની વાત એ છે કે, એણે એ સ્વીકાર્યું, અલબત્ત હજી મુરલી આગળ નથી સ્વીકાર્યું! પ્રેમ નામના જાદુઈ શબ્દની અસર એની ઉપર હાવી થઈ રહી હતી. એ ખુશ રહેવા લાગી હતી. શિવાની, સરિતા કે માધુરીના