આગળના ભાગમાં આપણે જોયું કે અભીને આકાંક્ષાની બીમારી ની જાણ થાય છે. પણ એ બીમારી આગળ હાર માનવાને બદલે આકાંક્ષાને મુંબઈની કેન્સર હોસ્પિટલમાં ફરી રિપોર્ટ્સ માટે લઈ જાય છે. આ તરફ આકાંક્ષાની તબિયત દિવસે ને દિવસે કથળી રહી છે. આકાંક્ષા અભીને સૌમ્યા સાથે લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂકે છે. હવે આગળ.. ***** સવાલ આ કેવો કરે છે તું ? જવાબ કેમ કરી આપી શકું હું ? જિંદગીના હોય કઈ કોઈ વિકલ્પ, તારા વિના જીવન કેમ કલ્પી શકું હું ? અભીની ઈશ્વર કપરી કસોટી કરી રહ્યો હતો. એક પછી એક નવી નવી મુસીબતો એના પર આવી રહી હતી. હજુ તો આકાંક્ષાની