માઁ ની મુંજવણ - ૧૧

(35)
  • 2.9k
  • 6
  • 1.4k

આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હતું, ટ્રાન્સપ્લાન્ટ ના ૮માં દિવસે શિવને ખુબ જ તાવ આવી ગયો હતો. ટેમ્પરેચર ખુબ વધુ હતું અને એ દવાથી પણ કેન્ટ્રોલમાં આવતું ન હતું. ડૉક્ટરના જણાવ્યા મુજબ શિવના પપ્પા એક દિવસ BMT રૂમમાં રહ્યા તેથી બહારની ઇન્ફેકશન શિવને લાગવાથી તાવ આવ્યો હતો, શિવને અતિશય તાવ એ એના જીવને જોખમરૂપ હતું. હવે આગળ...તૃપ્તિ અને આસિત સહીત સૌ ખુબ ચિંતામાં હતા. શું થશે શિવ જોડે? બધાના જીવ મુંજવણમાં હતા, સૌને શિવને બચાવી લેવો હતો પણ કુદરત એમની કસોટી પારાવાર કરી રહી હતી. શિવના દાદા ને દાદી પોતાના પોત્રને આમ પીડાતા જોઈ શકતા ન હતા.