કોના પગલાં હશે ?

(48)
  • 3.4k
  • 6
  • 1.1k

કોના પગલાં હશે ?@ વિકી ત્રિવેદી      હારીને થાકીને હું છેવટે સાંજના સમયે બહાર નીકળ્યો. આખો દિવસ જેમ તેમ કરીને કાઢ્યો હતો. સાંજે છેવટે કંટાળ્યો. બહાર નીકળ્યો.      સીધો બીચ ઉપર ગયો. બીજું કોણ મને સંઘરે ? મિત્રોને ડિસ્ટર્બ કરાય નહિ. એટલા માટે ડિસ્ટર્બ ન કરાય કે એ બધા ગોઠવાયેલા હતાં. ક્યાંક પ્રિયતમા જોડે વાત કરતા હોય ને હું ફોન કરું તો મનમાં તો મને ગાળ જ દે ને ? હા આ ચીજ જ એવી છે. સમજતા કોઈ નથી પણ એમાં કૂદકો બધા મારે કેમ જાણે ઉપરથી ભગવાને આ કામ જ કરવા નીચે નાખ્યા હોય !     ખેર મને આમ