ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૮

(34)
  • 3.8k
  • 4
  • 2.3k

ટ્વીન્કલ  તેના ઘરમાં દાખલ થઈ ત્યારે તેની મમ્મી હોલ માં બેસી ને ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. જેવી તેમની નજર ટ્વીન્કલ પર પડી તો તરત જ તેમની જગ્યા પર થી ઉભા થઇ ગયા.અને ટ્વીન્કલ ની પાસે ગયા ત્યારે તેમને ખબર પડી કે આ ટ્વીન્કલ છે કેમકે ટ્વીન્કલ નવો ડ્રેસ માં હોવાથી તરત ઓળખી શક્યા નહીં. ટ્વીન્કલ માહી એ આપેલા ડ્રેસ માં સુંદર દેખાય રહી હતી એ જોઈ એક ક્ષણ માટે દક્ષાબેન ખુશ થયા.પણ બીજી જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે ટ્વીન્કલે જે ડ્રેસ પહેર્યો છે તે ખૂબ જ મોંઘો છે. તો ટ્વીન્કલ ને આ ડ્રેસ કોણે આપ્યો હશે. અને જો એ ડ્રેસ જાતે