“ઉર્વા ઉર્વિલના ઘરે છે.” બંધ આંખે જ તેણે બોમ્બ ફોડી દીધો. કહાન અને દેવ બન્ને બસ તેની બંધ આંખો જોઈ રહ્યા. રચિતે થોડું સ્વસ્થ થતા, અમદાવાદ પહોંચવાથી લઈને ટ્રેઈનમાં મનસ્વી સાથે થયેલી વાત સુધીની બધી જ વાત કહી દીધી. દેવ અને કહાન બન્નેના મસ્તિષ્ક સુન થઇ ગયા હતા.“તારે પહેલા કહેવાયને હું તને બોલાવત જ નહિ અહિયાં... અમે જ કોઈ રસ્તો કાઢી લેત. એટલીસ્ટ ફોન પર કહી દેવાય...” કહાન રચિત પર ચિડાઈ રહ્યો.“ઓહ હેલ્લો! તે ઉર્વાથી કંઈ છુપાવ્યું ના હોત તો આ જે કંઈ થયું ને એમાંથી કંઇજ ના થઇ રહ્યું હોત. મને બ્લેમ ના કર.” રચિત પણ સામે જવાબ આપી