સપના અળવીતરાં - ૨૯

(42)
  • 3k
  • 6
  • 1.1k

"દેખા બોસ. વહી ચ હૈ ના... મેકવાન કી છોકરી... અપુન કભી રોંગ નહી હોને કો સક્તા. "'મેકવાન કી છોકરી'... સાંભળતાં જ રાગિણી ના કાન સરવા થઈ ગયા. અહિ, આ શહેરમાં આવ્યા પછી, કેટલા વર્ષે તેને કોઈએ આવી રીતે બોલાવી હતી! તેની નજર સામે ગોવા નો દરિયો તરવરી ઉઠ્યો અને તરવરી ઉઠ્યા બે ચહેરા - એ દરિયા સાથે એકાકાર! તેણે તરતજ પોતાના મન ને વર્તમાનમાં પાછું ખેંચ્યું. સામે જે લોકો હતા, તે મિત્ર તો નહોતા જ. બોલનાર નો અવાજ લથડતો હતો, તો બાકી બધા પણ નશામાં ધૂત હતા. લાલચોળ આંખો અને એ આંખો મા ભરાયેલું ખુન્નસ... રાગિણી બધી બાજુથી ઘેરાઇ ગઇ હતી...