કોઝી કોર્નર - 9

(47)
  • 4.9k
  • 4
  • 2.5k

        જંગલનો એ ઉબડખાબડ રસ્તો આગળ જતાં નેવું અંશના ખૂણે વળી જતો હોવાથી એ રસ્તેથી જીવ બચાવવા પોતાની તમામ શક્તિ લગાડીને દોડી આવતા હરણના ટોળાને અને એની પાછળ પોતાનું પેટ ભરવા ફૂલ સ્પીડથી ત્રાટકવા દોડી રહેલા કાળઝાળ દીપડાઓને અમે જોઈ શકતા નહોતા.બીટીને મેં ઉભો કર્યો અને ફરી ભેખડ ચડવાનો પ્રયત્ન કરતા જ હતા ત્યાં જ એ હરણનું ટોળું ધસમસતું આવ્યું હતું. હજુ અમે કંઈ સમજીએ એ પહેલાં તો સૌથી આગળ દોડતું સાબર અમને જોઈને કુદયું હતું. "બિટીયા...ભા..ગ...." મેં જોરથી રાડ પાડી, અને અમે ભેખડ પરથી કૂદીને રસ્તા પર દોડવા લાગ્યાં.હરણનું ટોળું ભેખડ ચડીને નાસી શકે તેમ નહીં હોવાથી અમારી