અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૩

(19)
  • 3.1k
  • 6
  • 1.5k

આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોળું થઇ ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી પોતાની તરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જ​વાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડ​વાની ઇચ્છા થઇ આવી છે. આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કર​વું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થ​વા લાગી, એમ લાગ્યું કે આમ જ