પરિવર્તન

  • 2.7k
  • 2
  • 744

ચાલો આપણે ૨૦૭૧ની સાલમાં પહોંચી જઈએ. જીયા અને જીહાન અમદાવાદના પોશ વિસ્તારમાં રીલેશનશીપમાં રહે છે. બંને જોબ કરે છે. પોતપોતાની કાર લઈને સવારે નીકળી જાય. અને સાંજના સાત વાગે ઘરે આવે. ઘરમાં બધીજ સુવિધા. મોટા ભાગના કામ મશીનજ કરી દે.! રસોઇની પણ કંઈ જંજટ નહિ. ઓર્ડર મુજબ ટીફીન ઘરે આવી જાય. અનાજ, અથાણા, મસાલા કે કોઈ વસ્તુ સાચવવાની નહિ .બધું પેકેટમાં મળી રહે.! બસ રૂપિયા જોઈએ. અને એ માટે સ્ત્રી-પુરુષ બંનેએ કમાવા જવાનું. અને હા ઘર અને કુટુંબની કોઈજ જવાબદારી નહિ. રીલેશનશીપમાં જેને જ્યાં સુધી અનૂકુળ હોય ત્યાં સુધી સાથે રહે અને પછી છૂટ્ટા.!બાળકની જવાબદારી લેવા પણ કોઈ તૈયાર નહિ.