ધ સાયલન્ટ ફીલિંગ

(45)
  • 2.8k
  • 2
  • 908

ધ સાયલન્ટ ફીલિંગ્સ ! @ વિકી ત્રિવેદી પૂજા નામની એક છોકરી હતી. ઉજળી ત્વચા, ગોળ બદામી આકારની આંખો, કુદરતી ગુલાબી પરવાળા જેવા હોઠ, વી સેપના ઝડબાને લીધે તે ખાસ્સી દેખાવડી લાગતી. તે સંત અન્ના કોલેજ ઓફ કોમ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થી હતી.તેના ઘરથી તે કોલેજ જવા માટે દરરોજ "શ્રીમતી વિક્ટોરિયા" શેરીમાંથી પસાર થતી. શેરીના બીજા છેડે જ્યાં લેડી વિક્ટોરિયાની પથ્થરની પ્રતિમા હતી ત્યાં થોડાક બાંકડાઓ હતા. પૂજા રોજ અહીંથી પસાર થતી અને ત્યાં એક બાંકડા ઉપર એને એક કાળો છોકરો દેખાતો. વાંકડિયા ભુરા વાળવાળો કાળો છોકરો લગભગ દરરોજ ત્યાં હોતો. આ રોજનું હતું. ઘરથી કોલેજ જવાનો રૂટિન રવિવાર સિવાય રોજ હતો. અને એ રૂટિનમાં