મુરતિયો

(28)
  • 1.8k
  • 8
  • 457

            શિયાળાની કડકળતી ટાઢ પોતાનો કહેર વરસાવી રહી છે. લોકો ઠંડીથી બચવા ગરમ કપડાઓ, ધાબળાઓ, તાપણાં કરી રહ્યા છે. રણવિસ્તાર અને એની નજીક આવેલા ગામડાઓમાં ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે. કચ્છના છેવાડે આવેલા ગામ હાજીપીરમાં એક મધ્યમવર્ગી પરિવાર પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે. આ સુન્ની વ્હોરા (બોહરા) પરિવારમાં ઘરના વડા હુશેન દાઉદી એમની પત્ની મલીહા અને બે દીકરીઓ આશિયા અને અકિલા રહેતા હતા. મોટી દીકરી આશિયા અને નાની દીકરી અકિલા પિતાની ખુબ જ લાડકી હતી. હાજીપીર જેવા અંતરિયાળ ગામમાં રહેવા છતાં પિતા હુશેને એમને ઉચ્ચ શિક્ષણ અપાવવાનું વિચારેલું. આશિયા દેખાવે થોડી પોતાના પિતા પર