લાઇમ લાઇટ ૧૮

(230)
  • 6.6k
  • 14
  • 3.6k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૮ રસીલીને થયું કે તેનું હીરોઇન બનવાનું સપનું સાકાર થતાં પહેલાં જ ચકનાચૂર થઇ જશે. ભારતીબેન પર મુંબઇથી એક નિર્દેશકનો ફોન આવ્યો હતો અને તેમણે રસીલીને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવી હતી. રસીલીને આ બાબતે શંકા હતી. તેણે ભારતીબેનને ત્યાંથી બહાર નીકળ્યા પછી જ્યારે તેમણે આપેલા ફોન પર વાત કરી ત્યારે સામેથી તેને ઓળખવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. એ ડાયરેકટર પોતાને તો ઠીક ભારતીબેનને પણ ઓળખવાનો ઇન્કાર કરી રહ્યા હતા. ભારતીબેનને ત્યાં તેની સાથે વેશ્યા તરીકે કામ કરતી છોકરીઓનું જ આ કારસ્તાન હોવાનું હવે રસીલીના મનમાં પાકું થઇ રહ્યું હતું. તેને ભારતીબેનને ત્યાંથી કાઢવાની