છે કોઈ એવી ભાષા??? (9)

  • 2.4k
  • 4
  • 874

બેઠી છું દરિયા કિનારે ફરી યાદ તાજી થાય છે તારી.. યાદ આવે છે પણ તું નથી આવતો એજ ફરિયાદ છે મારી.. આવે છે અને જાય છે લહેરો દરિયા માં તારી યાદો લાવે છે તુફાન મારા હૈયા માં.. પણ તારી યાદોમાં હું જીંદગી કાઢીશ મારી... કાના વગર રાધા હંમેશા રહેશે અધૂરી.. કુંજદીપ. દરિયા નો ઠંડો પવન સેજલ ના આતમ ને ટાઢક આપી રહયો છે. જયારે પણ એને વિશાલ ની ખૂબ યાદ આવતી એ દરિયા ની પાસે જઈને બેસી જતી અને શાંતિ થી એકીટશે દરિયા ને નિહાળ્યા કરતી. વિશાળ દરિયો પોતાના માં સમાવી લેવા મથતી હોય એવું લાગતું. બસ એ વિશાલ વિશાલ