ભેદ - - 12

(226)
  • 6.5k
  • 23
  • 4.3k

આનંદે આપેલા આશ્વાસનના ફળરૂપે જ બળવંતના મન પરથી દુઃખનો આવડો મોટો બોજો હળવો થયો હતો. એ હવે પોતાની ફેક્ટરીમાં પણ રસ લેવા લાગ્યો હતો. એની ફેક્ટરીમાં એલ્યુમિનિયમના પતરાઓ બનતા હતા અને પછી ઑર્ડર પ્રમાણે તેના ઉપર જુદી જુદી જાતનો રંગ ચડાવવામાં આવતો હતો. એની ફેક્ટરીનાં પતરાં એટલાં બધાં મજબૂત અને ચોક્સાઈપૂર્વક બનતાં હતાં કે હિન્દુસ્તાન એર ક્રાફ્ટ જેવી મશહુર વિમાન બનાવનારી કંપની પણ તેની પાસેથી માલ ખરીદતી હતી.