રત્નાગિરી હાફૂસ -ભાગ ૪

(19)
  • 2.3k
  • 2
  • 1k

સ્કૂલ સુધી બધુ સારૂ ચાલ્યું, કોલેજમાં આવતા જ એણે પૂણેમાં આર્કિટેક્ટ માટેના કોર્સમાં એડમિશન લીધુ. મને આર્ટમાં રસ હોવાથી એમાં આગળ ભણવામાં લાગી. ધીમે-ધીમે બંને વચ્ચે અંતર વધતુ ચાલ્યુ. પહેલા એ પંદર દિવસે મળતો, પછી એ મહિનાઓ સુધી ન આવતો.આખરે અમારા બંને નુ શિક્ષણ પૂરૂ થયુ. હું પણ આર્ટ ક્યુરેટર તરીકે પોતાની કંપની બનાવી કામ કરી રહી હતી અને અનંત પણ સારી મલ્ટીનેશનલ કંપનીમાં આર્કિટેક્ટ તરીકે જોડાયો હતો.એ દિવસે પાંચ મહિના પછી સઘળું બાજુમાં મૂકી અમે આંબાવાડીએ મળવાના હતા. એ નક્કી કરેલા સમયે જ આવી ગયો હતો. હૂં પાંચેક મિનિટ મોડા પંહોચી. આજે હું એને બધી ફરિયાદો કરવાનુ અને હ્ર્દયની