સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ચારિત્ર્યના સમાનાર્થી શબ્દો આચરણ, શીલ અને સદાચાર દર્શાવવામાં આવ્યાં છે. ઓક્સફર્ડ યુનિવર્સલ ડીક્ષનરીમાં કેરેકટરના અર્થ વિશિષ્ટ લક્ષણ, અક્ષર, ચિહન, ચાલચલગત, ચારિત્ર્ય, નીતિધૈર્ય, આબરૂ અને પ્રતિષ્ઠા બતાવવામાં આવ્યા છે. સરસ મજાના લાગતા આ શબ્દો માણસના જીવનને પણ સરસ મજાનું બનાવી શકે છે. એના માટે શરત એટલી જ છે કે ઉપર દર્શાવેલા ગુણો એના ચારિત્ર્યમાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય. માણસ અંદરથી ભરેલો હોવો જોઈએ ખાલી ન હોવો જોઈએ. નહિ તો મુશ્કેલી એ છે કે ખાલી દડાની જેમ એ અવાજ બહુ કરે છે. જે અંદરથી ખાલી હોય છે એ બહારના વાતાવરણને ઘોંઘાટથી ભરી દેવા માંગે છે. આપણા સમાજમાં મોટાભાગના