સપના અળવીતરાં - ૨૭

(39)
  • 3.3k
  • 4
  • 1.1k

એકસાથે પાંચ ટપોરી ટાઇપ છોકરાઓને કોફીશોપમા પ્રવેશતા જોઈને મેનેજરે ઉતાવળે જઈ એન્ટ્રન્સ પાસે જ તેમને રોક્યા. પોતાની કોફીશોપનુ વાતાવરણ તંગ ન થાય એટલે તેમને ત્યાં જ રોકી મેનેજરે વાતચીત ચાલુ કરી. એ લોકોની તકરારમાં રાગિણી બીજા દરવાજેથી ક્યારે બહાર જતી રહી, તે એ લોકોને ખબર ન રહી. છેવટે, પ્રવેશ ન મળતાં તેઓ પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. ઘણી વાર રાહ જોવા છતાં એ 'મેકવાન કી છોકરી' બહાર ન આવતા ફરી કોફીશોપમા જવાનું વિચાર્યુ, ત્યાં જ એક છોકરો માથે હાથ પછાડતા બોલ્યો, "એક બાત તો અપુનકી ખોપડી સે ચ નીકલ ગઇ બાપ! "એક સાથે આઠ આંખો તેની તરફ મંડાઈ. તે ફરી બોલ્યો, "વો