કોઝી કોર્નર - 8

(52)
  • 4.6k
  • 5
  • 2.1k

         બપોરે બે વાગ્યે અમારી બસ એક ધાબા જેવી હોટલ પર ચા નાસ્તા માટે રોકાઈ.હું અને બી.ટી નીચે ઉતર્યા.અમને ભૂખ પણ લાગી હતી.લગભગ આખી બસના પેસેન્જર નીચે ઉતર્યા હતા,મેં ઉતરતી વખતે જ પેલા પીળા શર્ટવાળા શખ્સને જોયો,એણે મારી સામે આંખ મારી. મને ગુસ્સો આવ્યો અને ડર પણ લાગ્યો.  હોટલની બહાર પાછળના ભાગે મુતરડી હતી. પેશાબની બદબુ અને ગંદકી વચ્ચે જ તમામ પેસેન્જરો ત્યાં હળવા થતા હતા. હું અને બીટી પણ ત્યાં ગયા. અમારી પાછળ પેલો પીળો શર્ટ પણ આવ્યો. એ મારી બાજુમાં જ પેશાબ કરવા ઉભો રહ્યો. "કેમ, અલ્યા ચીકણા.. ગામ જાવ સો ?....ચિયું ગામ તારું..?" એણે એના પીળા