નિયતિ - ૧૬

(118)
  • 4.4k
  • 14
  • 2.1k

કંઇક વાત શરૂ કરવાનું જરૂરી લાગતા ક્રિષ્નાએ કહ્યું, “જમવાનું ખૂબ સરસ હતું. મે વિચાર્યુ જ નહોતુ કે અહીં આટલું મસ્ત ગુજરાતી જમવા મળશે. ”“ તું અહીં આવવાની હતી, મને ખબર હતી એટલે જ તારા માટે ખાસ બનાવડાવેલું. ”  બે જણા માટેના નાનકડા ટેબલની સામી બાજુએ બેઠેલો મુરલી બોલ્યો. “ મુરલી તું એક સરસ છોકરો છે. તું જીવનભર મને એક દોસ્ત તરીકે યાદ રહીશ. ” ક્રિષ્ના મનમાં શબ્દો ગોઠવીને ખૂબ સાવચેતીથી બોલી રહી. એણે મુરલીનું દિલ ના દુભાય એ રીતે એનાથી દૂર થવા સમજાવવો હતો.“ હું તારો દોસ્ત છું જ નહીં. જે વાત મેં તને મંદિરે પૂછેલી એની પર હું આજે પણ મક્કમ