હું વિચારતી રહી થોડીવાર માટે હે શું ગિફ્ટ આપવી મારી પ્રિંસેસને પછી અચાનક જ એક વિચાર સ્ફૂર્યો અને કબાટમાંથી મારી યાદોની બૅગ બહાર કાઢી. કદાચ એણે કામ લાગે એવું કંઈક મળી જાય અને એણી સાથે જ હું મારી ભુતકાળની દુનિયામાં પાછી ફરી.આમ જ ભુતકાળની ઘણી યાદો ફરી જીવવા લાગી. એ જ જુદી જુદી સ્પર્ધા માટે તૈયારી કરવી, નિબંધ લખવા, આર્ટિકલ લખવા અને કવિતાઓ લખવી પણ સમય જતા બધું છૂટી ગયુ અન આજે ફરી એ જ ક્ષણ જીવવાનો અવસર મળ્યો છે. ફક્ત અને ફક્ત સુભાષ અને બાળકોના કારણે, ત્યારે મનના એક અજાણ્યા ખૂણેથી અવાજ આવ્યો કદાચ સંજીવના કારણે પણ. એ હંમેશા