આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા એની બીમારી, થર્ડ સ્ટેજના કેન્સર વિશે સૌમ્યાને જાણ કરે છે અને સૌમ્યાને પૂછે છે કે શું એ અભીને સાચવશે? હવે આગળ... ***** સમયના આયામો પર ઝૂલે છે જિંદગી, ન કોઈ સવાલો તારા સમજાય છે જિંદગી, દોસ્તી ને પ્રેમ બંને વચ્ચે કેવી કશમકસ છે આ, કોઈકને તો અન્યાય થાય છે ઓ જિંદગી... થોડી ક્ષણો એમ જ પસાર થઈ જાય છે અને પછી આકાંક્ષા સીધું જ સૌમ્યાને પૂછે છે, " તું અભીની જિંદગી પૂર્ણ કરીશ એની જોડે લગ્ન કરીને !? " આવા અણધાર્યા સવાલથી સૌમ્યા હેતબાઈ જાય છે અને એ ખાલી, " આકાંક્ષા... " એટલું જ