આગળ ના ભાગ માં આપણે જોયું સુહ્યદ ને સ્વીટી ગમવા લાગે છે. એ દિવસે સવારે બિન્દુ બેન અને સ્વીટી સુરત આવી રહ્યા હોય છે એટલે ભગવતી બેન ના કહેવાથી સુહ્યદ એ લોકો ને લેવા સ્ટેશન જાય છે. હવે આગળ… સ્વીટી ને જોઇ ને સુહ્યદ ઘણો ખુશ થઇ જાય છે. એ લોકો પાસે જઇને બિંદુ બેન ના આશિર્વાદ લઇને બધા ના ખબર અંતર પુછે છે. હવે આવતા પંદર દિવસ એ લોકો સુહ્યદ ના ઘરે જ રહેવાના હતા એટલે સુહ્યદ ઘણો ઉત્સહિત હતો. સ્વીટી ની મોટી બહેન શિતલ ના લગ્ન હોય છે એટલે બધી ખરીદી કરવા માટે આવ્યા હોય છે. આ પંદર