સપના અળવીતરાં - ૨૬

(42)
  • 3k
  • 4
  • 1.4k

"તે દિવસે દરિયાકાંઠે તમે જ હતા ને! ""સોરી! ડીડ યુ સે સમથીંગ? "રાગિણી રૂમના દરવાજે પહોંચી અને દરવાજો જરાક ખોલ્યો ત્યા કે. કે. નો અવાજ સાંભળીને અટકી ગઈ. કે. કે. એ જે રીતે પૂછ્યું, તે ચમકી ગઈ. તેને સમજાયું નહિ કે કેવી રીતે રીએક્ટ કરવું. એટલે સાંભળ્યુંજ ન હોય એવો દેખાવ કરી તેણે પ્રતિપ્રશ્ન કર્યો. કે. કે. પણ થોડોક મૂંઝાયેલો હતો. રાગિણી ને જતી જોઈને તેનાથી ઉતાવળે પૂછાઇ ગયું. ખાસ જે વાત જાણવા માટે તેણે આ મિટિંગ ગોઠવી હતી, તેનો ઉલ્લેખ આવી રીતે કરવાનુ તેને યોગ્ય ન લાગ્યું, પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું હતું. રાગિણી એ સામો પ્રશ્ન કર્યો એટલે