ધ ડાર્ક સિક્રેટ ભાગ ૧

(212)
  • 7.4k
  • 15
  • 4k

  આસ્થા આજે વહેલી સવારે ઉઠી ગઈ. આજ નો દિવસ તેના માટે ખુબ મહત્વ નો હતો. તે આજે પોતાના જુના ઘરે જવાની હતી. ૨૩ વર્ષ ની આસ્થા સુંદર , શાંત અને સમજદાર હતી. તે ૮ વર્ષ ની હતી ત્યાર થી પોતાની ફઈ પાસે રહેતી હતી. તેના ફઈ સરલાબહેન ને કોઈ સંતાન ન હતું. તે આસ્થા ને પોતાની દીકરી જ સમજતા હતા.         આસ્થા પીળા રંગ નો ટોપ અને જીન્સ પહેરીને બાથરૂમ માંથી બહાર આવી તેના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું. તે અરીસા સામે ઉભી રહી. તેના રૂપાળા ચહેરા પર કપાળ પર જમણી બાજુ એક નાનકડો નિશાન દેખાય રહ્યો હતો.