લવ એટ ફસ્ટ સાઈટ

(45)
  • 3.5k
  • 20
  • 1.2k

"કોની રાહ જુએ છે દિકરી..? હવે ઠાકોરજીનો આરામ કરવાનો સમય થયો છે. મંદિર બંધ કરવાનું છે.." પૂજારી ની લગભગ આ ત્રીજી ટકોર હતી. "હું અહીં મંદિરની બહારનાં ઓટલા પર બેસી શકું..? એકચ્યુલિ.. હું જેમની વેઇટ કરું છું એ હજી આવ્યા નથી." વિશાખાએ કહ્યું."અરે દિકરી.. ફોન કરી લે ને પણ.. ઓકે.. તું બહાર બેસી શકે છે. મને કોઈ વાંધો નથી પણ જમી તો આવ.. સવાર ની ભૂખી તરસી અહીં જ બેઠી છે.." પૂજારીએ સહાનુભૂતિ પૂર્વક કહ્યું."જી મહારાજ.. હું જમી લઈશ.." વિશાખા આટલું બોલી મંદિર બહારનાં ઓટલા પર ચાલી ગઇ. પૂજારીએ પણ મંદિર બંધ કર્યું. વિશાખા વિચારમાં પડી ગઇ.. એ આવશે તો ખરો ને..!