હાઇઝનબર્ગ ઇફેક્ટ

(16)
  • 2.4k
  • 5
  • 701

હાઇઝનબર્ગ ઇફેક્ટ યશની ફ્લાઇટે મ્યુનિચ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આજે યશનો ઉત્સાહ સમાતો નહોતો. જર્મન ભાષામાં મ્યુનિખ તરીકે ઉચ્ચારણ પામતું જર્મનીનું આ મ્યુનિચ શહેર યશને આજે બહુ પ્યારૂં લાગી રહ્યું હતું. યશ મ્યુનિચની મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટમાં ક્વોન્ટમ ફિઝીક્સ પર રિસર્ચ કરવા આવ્યો હતો. એ પણ એનાં ગુરુ અને ભારતના નોબેલ પ્રાઇઝ વિજેતા જીનીયસ ભૌતિકવિજ્ઞાની ડૉ.રંગરાજનના હાથ નીચે. આમ તો પી.એચ.ડી વખતે યશ ડૉ.રંગરાજનને અનેક વખત મળ્યો હતો અને એમનાથી અનેક વખત પ્રભાવિત પણ થયો હતો. પણ ડૉ.રંગરાજન ભારત છોડી જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટ સાથે જોડાયા એ પછી છેક હવે એને ડૉ.રંગરાજનના હાથ નીચે કંઇક સારૂં સંશોધન કરવાનો મોકો મળ્યો