લેખ પ્રભુ સેવા આજે પ્રભુ સેવા પર કશું ક વિચારીએ.પ્રભુ સેવા કરતાં પહેલાં પ્રભુનો વિચાર કરવો જરૂરી છે.પ્રભુ માટે આસક્તિ જાગવી જરૂરી છે.પ્રભુ માટે નો પ્રેમ ડરથી નહીં પણ સમજણથી જાગવો જરૂરી છે. પૃષ્ટિ માર્ગમાં એક શબ્દ છે અપરસ અથવા અપ્રસ .એનો સીધો સાદો અર્થ એ થાય છે કે મને અડશો ના. હું પ્રભુની સેવામાં છું અર્થાત હું શુધ્ધ છું.પ્રભુની સેવા કરતાં પહેલાં પ્રભુની સેવા કરનારે સ્નાન કરી શારિરીક રીતે શુધ્ધ થવું પડે છે.શરીર પર જે ગંદકી હોય તે દૂર કરવી જોઈએ.જેથી કરીને પ્રભુભક્તિમાં વિક્ષેપ ન થાય.સ્નાન કરવાથી આપણાં શરીરને એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા મળે છે, જેનાં કારણે આળસ, કંટાળો જેવી નિરાશાજનક વૃતિઓ નાશ