માહી-સાગર (ભાગ-૯) - ધ-એન્ડ

(47)
  • 2.8k
  • 4
  • 1.4k

               આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયા.. ઇન્સ્પેકટર કરણે સિદ્ધાર્થને એક અનાથ આશ્રમમાં મુક્યો જ્યાં થી એ રાજકોટની જ એક માલિની વિદ્યામંદિરમાં જતો.. ત્યાં એની એક બેસ્ટ ફ્રેન્ડ હતી મિસ. માહી.. આ સાગરની એજ રતનપુર વાળી માહી હતી.. એ વખતે એ અહીંયા રાજકોટમાં શિક્ષિકાની ટ્રેનિંગ લઈ રહી હતી અને ત્યાં રતનપુરમાં એનો પરિવાર સળગીને ખાક થઈ ગયો.. એ પછી એણે રતનપુર ને હમેશા માટે છોડી દીધું.. અને અહીંયા રાજકોટમાં જ એક ફ્રેન્ડને ત્યાં રહેવા લાગી.. આજે એ તેજસ વિદ્યામંદિરની એક શિક્ષિકા છે. જે સિદ્ધાર્થની કલાસ ટીચર છે..