કોઝી કોર્નર 12 ઘમુસરે જેલમાંથી છૂટીને ઘેર જવાનું માંડી વાળ્યું હતું. એમની પત્ની અને બાળકોએ એમને હડધૂત કર્યા હતા.એક કરપ્ટ અને લંપટ માણસને પતી તરીકે ઘમુસરની પત્ની સંગીતા સ્વીકારી શકે તેમ નહોતી.ઘમુસરના બાળકો પણ સમજી શકે એવડા તો હતા જ. જ્યારે વાલમસિંહે ઘમુસર વિરુદ્ધ છટકું ગોઠવાવીને એમને પકડાવી દીધા ત્યારે સંગીતાને એ નમક હરામ અને અહેસાન ફરામોશલાગ્યો હતો. પણ જ્યારે ભીખાએ શાંતા સાથેના આડા સબંધોનું આ પરિણામ હોવાનું જણાવ્યું ત્યારે સંગીતાને વાલમસિંહની દયા આવી હતી.અને ઘમુસર પ્રત્યે નફરતનો ધોધ એના હૈયામાંથી પ્રગટ્યો હતો.ઘમુસરની કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવા કાળા નાણાંથી જ ઉભી થઇ હોવાનો